Header Ads Widget

Responsive Advertisement

માન. કેબિનેટ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોરજીના હસ્તે ચીખલી તાલુકાના સાદડવેલ ગામે જેમસન ગર્લ્સ હોસ્ટેલ અને જેમસન બોય્ઝ હોસ્ટેલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

   

માન. કેબિનેટ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોરજીના હસ્તે ચીખલી તાલુકાના સાદડવેલ ગામે  જેમસન ગર્લ્સ હોસ્ટેલ અને જેમસન બોય્ઝ હોસ્ટેલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

ચીખલી તાલુકાના સાદડવેલ ગામે નવનિર્મિત બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં બાળકોને રહેવા જમવાની તમામ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. આ હોસ્ટેલમાં દક્ષિણ ગુજરાતના આદિજાતિ સમાજના તથા આર્થિક રીતે નબળા પરિવારના ૨૦૦થી વધુ બાળકો રહીને અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ પ્રસંગે શિક્ષણમંત્રી કુબેરે ઉદબોધન જણાવ્યું વિશ્વમાં આગળ વધવું હોય તે પંયાની જરૂરીયાત શિક્ષણ છે. જેમસન ચેરીટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવીને જણાવ્યું હતું કે, ટ્રસ્ટની સેવા થકી આદિવાસી સમાજના દિકરા-દિકરી ભણીગણીને રાજયનું નામ રોશન કરે તે માટે સૌના સહયોગની અપેક્ષા વ્યકત કરી હતી. ચીખલી તાલુકામાં ટ્રસ્ટએ આદિજાતિ બાળકો માટે શાળામાં જ રહીને બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની સુવિધાઓ ઊભી કરી છે.



વધુમાં નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ સ્કીલ બેઈઝ હશે. સાથે અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને ગુરૂદેવો ભવની પ્રણાલી પણ નવી શિક્ષણ નીતિમાં છે. આ વેળાએ ટ્રસ્ટના સંચાલક રમેશ પટેલએ જણાવ્યું હતું ઓરકે, ગરીબ આદિવાસી બાળકો સુખ સુવિધાઓવાળુ શિક્ષણ મેળવી શકે તે હેતુથી હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે જેમસન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રમેશ પટેલ અને વિસ્તારમાં કરેલી સેવાકીય પ્રવૃતિ બિરદાવી હતી અને અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે, તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે વલસાડના સાંસદ ડો. કેસી પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરા શાહ શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments