ખેરગામ: તારીખ : ૦૭-૦૩-૨૦૨૩નાં દિને વેણ ફળિયા ખાતે ક્રિકેટ મેદાન પર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.
જેમાં વેણ ફળિયાની ૬ ટીમોને ભાગ લીધો હતો. વેણ ફળિયા ચેલેંજર , સાઈ ઇલેવન, ખુંખાર ઇલેવન, બરાંગ ઇલેવન, જોહાર ઇલેવન અને બજરંગ ઇલેવને ભાગ લીધો હતો.
મેચનું ઉદ્દઘાટન બંધાડ ફળિયા ખેરગામનાં આગેવાન ધર્મેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
વેણ ફળિયા ચેલેન્જર ટીમ અને સાઈ ઇલેવન ટીમ વચ્ચે ફાઇનલ મેચમાં વેણ ફળિયા ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. અને સાઈ ઇલેવન ટીમ રનર્સ અપ રહી હતી. બેસ્ટ તરીકે બોલર રાજુ પટેલ અને બેસ્ટ બેટ્સમેન પ્રતિક પટેલને જાહેર કરવામાં આવ્યા હતા. વેણ ફળિયા ઈલેવનના કેપ્ટન અક્કુ પટેલે આશિષભાઈ પટેલના હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. જ્યારે સાઈ ઈલેવન ટીમના કેપ્ટન સંદિપ પટેલને રનર્સ અપ ની ટ્રોફી નવીનભાઈ પટેલને હસ્તે અર્પણ કરવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટનું આયોજન વેણફળિયાના યુવાનોમાં એકતા ભાઈચારો વધે એ હેતુસર દર વર્ષે કરવામાં આવે છે. જેમાં યુવાનો અને દાતાઓના સહકારથી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
આ ટુર્નામેન્ટમાં ગામનાં આગેવાન યુવાનો આશિષભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ગુલાબભાઈ પટેલ, નવીનભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ પટેલ (વાડી) રાકેશભાઈ પટેલ, રણજીતભાઈ પટેલ, જયસુખભાઇ પટેલ, જયદિપભાઈ પટેલ, અને પ્રતિકભાઈ પટેલ તેમજ નવયુવાનો હાજર રહ્યા હતા.
0 Comments