Header Ads Widget

Responsive Advertisement

વલસાડ જિલ્લાના વિવિધ સ્થળો પર ‘‘સ્વચ્છતા હી સેવા’’ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું.

 


વલસાડ જિલ્લાના વિવિધ સ્થળો પર ‘‘સ્વચ્છતા હી સેવા’’ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું.

--- વર્લ્ડ ટુરીઝમ ડે નિમિત્તે જિલ્લા પ્રવાસન સ્થળો પર રંગોળી અને શપથ સહિતના કાર્યક્રમો થયા 

 સ્વચ્છ ભારત મિશન-(ગ્રા) યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા (SHS) તા. ૧૫મી સપ્ટેમ્બર થી તા.૧૫મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી સ્વચ્છતા માસની "ગાર્બેજ ફ્રી ઇન્ડિયા"ની થીમ સાથે શરૂઆત કરવામાં આવી છે.


વર્લ્ડ ટુરિઝમ ડે નિમિત્તે તા. ૨૭ સપ્ટેમ્બરે વલસાડ જિલ્લાના ૬ તાલુકાઓમાં પર્યટન સ્થળો જેવા કે મહાદેવ મંદીર બરુમાળ, વિલ્સન હિલ, પારનેરા ડુંગર, નારગોલ બીચ, ફલધરા જલારામ ધામ, તિથલ, ઉદવાડા, કોલવેરા, કુંતેશ્વર મહાદેવ, વૈષ્ણોદેવી મંદિર ધમડાચી જેવા સ્થળો પર શ્રમદાનની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમાં જાહેર સ્થળોની સાફ-સફાઇ, સ્વચ્છતા શપથ, હેન્ડવોશ અને રંગોળી વગેરે જેવી કામગીરી કરવામાં આવી હતી. સરકારી સંપત્તિઓના સમારકામ, રંગ-રોગાન, સાફ-સફાઇ અને બ્રાન્ડિંગ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ નિષેધ કરવા તેમજ સુકા અને ભીના કચરાના ડબ્બાઓના ઉપયોગની સમજ હેતુ "હરા ગિલા સુખા નીલા" ઝુંબેશ રૂપે સ્વચ્છતાની પ્રવૃત્તિનું આયોજન ગ્રામ પંચાયત કક્ષાએ  ગાર્બેજ ફ્રી ગ્રામ પંચાયત બનાવવા તમામ ગ્રામજનોને "સ્વચ્છતા હી સેવામાં" સહયોગ અને શ્રમદાન આપવા અનુરોધ કરાયો હતો. 

સ્વચ્છતા હી સેવા (SHS) ૨૦૨૩ "ગાર્બેજ ફ્રી ઇન્ડિયા"માં દેખીતી રીતે સ્વચ્છતા અને સ્વૈછિક મહાશ્રમદાનની ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જેવા કે બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, દરિયા કિનારાના પર્યટન સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, રાષ્ટ્રીય ઉદ્યાન, અભ્યારણો, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, નદી કિનારા, ઘાટ તેમજ નાળા વગેરે જેવા જાહેર સ્થળો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ થકી દેખીતી રીતે સ્વચ્છતા થાય તે મુજબ સ્વૈછિક મહાશ્રમદાનમાં જોડાવા ગામ લોકોને અપીલ કરવામાં આવી છે. 




Post a Comment

0 Comments