Header Ads Widget

Responsive Advertisement

Khergam : ખેરગામ તાલુકામાં ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ માર્ગનું નવનિર્માણ કરાશે, ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત.

    

Khergam : ખેરગામ તાલુકામાં ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ માર્ગનું નવનિર્માણ કરાશે, ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત.

ખેરગામ તાલુકામાં રૂપિયા ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ રસ્તાના મજબૂતીકરણ માટે મંજૂરી મળતા રવિવારે ત્રણ જેટલા રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે ભાજપ પ્રમુખ ચુનિભાઈ પટેલ,મહામંત્રી શૈલેષભાઈ તેમજ લિતેશભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ખેરગામ પાટી રોડથી ભેરવી હરિજન વાસનો ઝરા ફળિયાનો માર્ગ જે ઘણા વર્ષથી બિસમાર હાલતમાં હોય એ રસ્તો નવો બનાવવા સ્થાનિક લોકોની ઘણી માંગ હતી,જે દોઢ કિમીના રસ્તા માટે ૪૦ લાખ રૂપિયાની મંજૂરી મળતા તેનું કામ હાથ ધરવામાં આવશે. તેમજ ખેરગામ મિશન ફળિયા, રૂઝવણી, ડેબરપાડા, જામનપાડા સુધીનો સાડા પાંચ કીમીનો માર્ગ રૂપિયા દોઢ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે.

ખેરગામ વાવ સુધીનો ૩.૪૦ કિમીનો રોડ ૯૨ લાખ અને ખેરગામ પીઠા સુધીનો ૩.૬૦ કિમીનો માર્ગ રૂપિયા એક કરોડના ખર્ચ મજબૂતીકરણ કરવામાં આવશે. જ્યારે ખેરગામ સામર ફળિયાનો ૧.૪૦ કિમીનો રસ્તો રૂપિયા ૩૮ લાખના ખર્ચે બનાવવામાં આવશે. આ મુખ્ય રસ્તા સમગ્ર વિસ્તારની સ્થાનિક પ્રજા માટે ખુબજ જરૂરિયાત હોય જેના નિર્માણ માટે રવિવારે ખાતમુહૂર્ત યોજાતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના દંડક પૂર્વેશ ખાંડાવાલા, તાલુકા પ્રમુખ રાજેશ પટેલ, ભીખુભાઈ આહીર, તર્પણાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 




Post a Comment

0 Comments