Header Ads Widget

Responsive Advertisement

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે PHC સેન્ટર ખાતે યુનિટી ઓફ સાઉથ ગુજરાત દ્વારા ૯મો રક્તદાન શિબિર યોજાયો.

    

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે PHC સેન્ટર ખાતે યુનિટી ઓફ સાઉથ ગુજરાત દ્વારા ૯મો રક્તદાન શિબિર યોજાયો.

તા.08/10/2023 ના દિને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે PHC સેન્ટર ખાતે યુનિટી ઓફ સાઉથ ગુજરાત દ્વારા ૯મો રક્તદાન શિબિરનું આયોજન કરવમાં આવ્યું હતું. અને આજરોજ 51 યુનિટ રક્ત એકઠું થયું હતું અને યુનિટી ઓફ સાઉથ ગુજરાત ની ટિમ દ્વારા આજસુધીઆ 521 યુનિટ રક્ત એકઠું કરી ને એક માનવ સેવાનું ઉમદા કાર્ય કર્યું છે અને એમની અનેક સેવાકીય કાર્ય રહ્યું છે. 

જ્યાં આજે સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખશ્રી યુસુભ ગામીત,ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ,જિલ્લા પંચાયત સભ્યશ્રી રેહના ગામીત,તાલુકા પંચાયત સભ્ય શ્રી સુમાં બેન ગામીત, કુંજલતાબેન ગામીત, ઉર્મિલાબેન ગામીત,હેબરૂન ગામીત,જયદીપ ચૌધરી, વ્યારા નગર પાલિકા કોર્પોરેટરશ્રી જોનીલ ગામીત, મધુર ગામીત, વિરુ વસાવા,અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ આવ્યા હતા.

આમંત્રિત  મહેમાનોએ રક્તદાન કેમ્પમાં સહભાગી થવાનો મોકો આપ્યો તે બદલ હેબરુન ગામીત અને તેમની સમગ્ર ટિમનો આભાર માન્યો હતો.

Post a Comment

0 Comments