Header Ads Widget

Responsive Advertisement

ખેરગામની જનતા હાઈસ્કૂલમાં નિયમિત આચાર્ય તરીકે ચેતન પટેલની નિમણૂંક થઈ.

      ખેરગામની જનતા હાઈસ્કૂલમાં નિયમિત આચાર્ય તરીકે ચેતન પટેલની નિમણૂંક થઈ.

ખેરગામ તાલુકાની 1958માં શરૂ થયેલી સુપ્રસિદ્ધ જનતા માધ્યમિક શાળામાં ઉત્તમભાઈ દલાભાઈ પટેલ- આચાર્ય નિવૃત્ત થતા ખાલી પડેલી જગ્યાએ યોગેશભાઈ લાડ અને મહેશભાઈ પટેલ દ્વારા શાળા સંચાલન થતું હતું. ખેરગામ ખાતે લગભગ છ વર્ષથી કોઈ નિયમિત આચાર્યની નિમણૂંક નહીં થતા તાલુકાની સૌથી મોટી માધ્યમિક શાળા માટે કે જે બોર્ડ પરીક્ષાના કેન્દ્ર તરીકે પણ કાર્યરત છે, અને અન્ય બાહ્ય પરીક્ષાઓનું કેન્દ્ર પણ આ  શાળામાં ફાળવવામાં આવે છે. માટે  ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખેરગામના નવનિયુક્ત આચાર્ય ચેતન પટેલે બારમી તારીખે કાર્યભાર સંભાળી લેતા તેમનું મંડળના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંતભાઈ પટેલ, મૂસ્તાન વોહરા, મહેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને શિક્ષકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અને શિક્ષક હોય તમામ સાથે તાલમેલ સાધી જનતા માધ્યમિક શાળાને પ્રગતિના પંથે આગળ ધપાવશે એવી  મંડળના હોદ્દેદારો અને ખેરગામની જનતાને આશા બંધાઈ છે.

સ્રોત : દિવ્ય ભાસ્કર ન્યૂઝ

Post a Comment

0 Comments