Header Ads Widget

Responsive Advertisement

ખેરગામ ખાતે બીરસા મુંડા સર્કલ પાસે csc સેન્ટરનો શુભારંભ.

    

"ખેરગામમાં csc સેન્ટર નો આરંભ "ડીઝીટલ  ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થયું" - પ્રફુલભાઇ શુક્લ 

નવસારી જિલ્લાના ખેરગામ ગામે  બીરસા મુંડા સર્કલ પાસે યોગેશભાઈ પટેલ દ્વારા ડીઝીટલ ઇન્ડિયા  cscનો મંગળ આરંભ કરતા  કથાકારશ્રી પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે શ્રી યોગેશભાઈના આ સાહસથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું છેવાડાના માણસને સેવા પહોંચડાવાનું સ્વપ્ન સાકાર થાય છે.  આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી રક્ષાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી પ્રશાંતભાઈ પટેલ, શિક્ષણવિદ્ અને જનતા માધ્યમિક મંડળનાં પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, ડો, પંકજભાઈ  પટેલ, શ્રી મુશ્તાન શિર વ્હોરા, સહીત સમગ્ર પંથકના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  આ csc સેન્ટરથી ખેરગામ પંથકના હજારો લોકોને ડીઝીટલ સેવાનો લાભ મળશે. 



Post a Comment

0 Comments