Header Ads Widget

Responsive Advertisement

શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ દ્વારા આગામી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની તાલીમ શિબિર યોજાઈ.

    


શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ છેલ્લા ૩૫ વર્ષથી સામાજીક, શૈક્ષણિક અને આરોગ્યને લગતી પ્રવૃત્તિ દ્વારા નેત્રદિપક કામગીરી નિભાવી રહેલ છે. હાલના બેરોજગારીના માહોલમાં શિક્ષણ યુવાવર્ગને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય એ હેતુસર તા.૧૨ ૧૨ ૨૦૨૨ની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને તાલીમ શિબિરનું ઉદ્દઘાટન મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતી વિકાસ, નવસારી માનનીય શ્રી સુરેશભાઈ ગરાસિયા સાહેબ દ્વારા  કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગ મંડળના કાર્યને બિરદાવી યુવાનોને આવેલી તક ઝડપી લેવા હાકલ કરી હતી. પોતાના અનુભવ સાથે જ સમાજ પ્રત્યેની નિષ્ઠા અને સરકારશ્રી તરફથી મળી રહેલ લાભો અંગેની જાણકારી આપી  જાતમહેનત કરવાની પ્રેરણા તાલીમાર્ગ યુવક-યુવતીને આપી પ્રેરકલક્ષી પ્રેરણા પુરી પાડેલ છે. સાથે જ મંડળના પ્રમુખશ્રી રાજુભાઇ અન્ય હોદ્દેદારો શ્રી કેશવભાઇ, શ્રી નટભાઇ, શ્રી ઠાકોરભાઇ, શ્રી વિજયભાઇ, શ્રી બાલુભાઇ, શ્રી ગુણવંતભાઈ, શ્રી કિશોરભાઇ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આવી પ્રવૃત્તિથી સંકળાયેલા માજી નિયામક ગ્રંથપાલ સુરત શ્રી દિનેશભાઇ તેમજ માજી ગ્રંથપાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત શ્રી હિંમતભાઇ તેમજ વિદ્વાન તજજ્ઞો દ્વારા ખુબ જ જરૂરી માહિતી પિરસવામાં આવી હતી. યુવાન-યુવતીમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે જ બેગ તેમજ પુસ્તકોનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતુ.













Post a Comment

0 Comments